SBI Clerk recruitment 2026: Best તક! 9,766 જગ્યા માટે અરજી કરતા પહેલા આ જાણી લો

SBI એ 11 ઓગસ્ટે SBI Clerk recruitment 2026 ભરતીની notification બહાર પાડી. કુલ 9,766 જગ્યા જાહેર થઈ છે — છેલ્લા ઘણા વર્ષોમાં આટલી મોટી સંખ્યા જોવા નથી મળી. મારા WhatsApp પર સવારથી જ મેસેજની હારમાળા શરૂ થઈ ગઈ. “ફોર્મ ભરવું કે નહીં”, “Gujarat માં કેટલી જગ્યા છે”, “language test શું હોય છે”.

notification 11 પાનાની હોય એટલે મોટાભાગના લોકો અડધું જ વાંચીને ફોર્મ ભરી દે છે. પછી ખબર પડે કે કંઈક શરત ચૂકી ગયા. તો ચાલો, જે ખરેખર કામની વાત છે એ સીધી રીતે સમજીએ.

Gujarat ના ઉમેદવારો માટે ખાસ શું

Gandhinagar circle હેઠળ Gujarat માટે 330 નિયમિત જગ્યા છે. ભાષા તરીકે Gujarati compulsory રહેશે.

એક વાત ઘણા લોકોને ખબર નથી. જો તમારા 10th કે 12th ના mark sheet માં Gujarati વિષય તરીકે લખેલું હોય, તો અલગથી Language Test આપવાની જરૂર નહીં પડે.

પણ જો એ certificate ના હોય, તો selection પછી પણ Local Language Proficiency Test આપવો પડશે. આમાં નાપાસ થાવ તો, Mains પાસ કરી હોવા છતાં job નહીં મળે.

એક રાજ્ય, એક જ તક

SBI નો નિયમ સ્પષ્ટ છે — ફક્ત એક જ State કે UT માટે અરજી કરી શકાય. exam પણ ફક્ત એક જ વાર આપી શકાય.

એકવાર selection થઈ ગયા પછી, પહેલા 5 વર્ષ સુધી transfer નહીં મળે. ફક્ત spouse ground કે extreme compassionate ground હોય તો bank પોતાની મરજીથી વિચારે.

તારીખો અને પરીક્ષાનું structureSBI Clerk recruitment 2026

Exam nameSBI Clerk recruitment 2026
Start Date11 August 2026
End Date31 August 2026
Exam Start (Prelims)September
Maims November
Basic pay₹26,730
Official PortalClick here

ફોર્મ ભરવાની શરૂઆત 11 ઓગસ્ટથી થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે. Prelims અંદાજે સપ્ટેમ્બરમાં અને Mains નવેમ્બરમાં લેવાય એવી શક્યતા છે, જો કે “તારીખ ટેન્ટેટિવ છે” એ SBI એ પોતે જ notification માં લખ્યું છે, એટલે website ચેક કરતા રહેવું.

Prelims માં ત્રણ ભાગ છે

  • English, Numerical Ability, Reasoning — કુલ 100 માર્ક, એક કલાકમાં પતાવવાના.
  • Mains થોડું ભારે છે — General/Financial Awareness, English, Quantitative Aptitude, અને Reasoning સાથે Computer Aptitude ભેગું — કુલ 200 માર્ક, 2 કલાક 40 મિનિટ.
  • બંનેમાં negative marking છે, ખોટા જવાબ દીઠ ચોથો (1/4) ભાગ માર્ક કપાય છે — એટલે અંધારામાં ગોળી ના મારતા, જ્યાં ખાતરી હોય ત્યાં જ જવાબ આપજો.

HTAT Bharati 2026: ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 1,808 હેડ ટીચરની ભરતી થશે, જાણો Best અપડેટ

પગાર કેટલો

Basic pay ₹26,730 થી શરૂ થાય છે. Mumbai જેવા metro city માં કુલ starting salary લગભગ ₹46,000 મહિને સુધી પહોંચે છે.

ફોર્મ ભરતી વખતે આ ભૂલો ના કરતા

એકવાર application submit કરી દીધા પછી category કે બીજી કોઈ પણ detail માં ફેરફાર નહીં થાય — SBI Clerk recruitment 2026એ ચોખ્ખું લખ્યું છે કે આ બાબતે કોઈ email કે phone call પણ સાંભળવામાં નહીં આવે. એટલે ફોર્મ ભરતી વખતે ઉતાવળ ના કરો, બે-ત્રણ વાર ચેક કરીને જ submit કરો.

બીજી વાત — એક કરતાં વધુ ફોર્મ ના ભરતા. જો ભૂલથી ભરાઈ જાય તો ફક્ત છેલ્લું valid ફોર્મ જ ગણાશે, અને બાકીની ફી પાછી નહીં મળે. Photo, signature અને thumb impression ની file size ની પણ ચોક્કસ limit છે (20 થી 50 kb ની વચ્ચે) — આ નાની લાગતી વાત પર પણ application reject થઈ શકે છે, એટલે scan કરતી વખતે ધ્યાન રાખજો..

FAQ-SBI Clerk recruitment 2026

SBI માં હાલમાં clerk તરીકે કામ કરતા હોય એ અરજી કરી શકે?

ના, જે લોકો SBI ના clerical cadre માં હાલ કામ કરે છે અથવા resign કરી ચૂક્યા છે, એ આ ભરતી માટે eligible નથી.

SBI Clerk recruitment 2026 ફી ભરાઈ ગયા પછી પાછી મળે?

ના, કોઈ પણ કારણસર ભરેલી ફી પરત નથી થતી, ભલે તમે exam ના આપો.

Final year માં ભણતા students અરજી કરી શકે?

હા, કરી શકે — પણ selection થાય તો 31 ડિસેમ્બર 2026 સુધીમાં graduation પાસ કર્યાનો proof આપવો ફરજિયાત રહેશે, નહીં તો selection રદ થઈ શકે છે.

આટલી મોટી SBI Clerk recruitment 2026 ભરતી ફરી ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે, એટલે eligible હોવ તો ફોર્મ છેલ્લા દિવસ સુધી ટાળ્યા વગર, વહેલા ભરી લેવું જ સારું — server load ના કારણે છેલ્લા દિવસે ઘણી વાર તકલીફ પડે છે.

2 thoughts on “SBI Clerk recruitment 2026: Best તક! 9,766 જગ્યા માટે અરજી કરતા પહેલા આ જાણી લો”

  1. Cảm ơn thông tin bổ ích. Nếu bạn quan tâm du học Hàn Quốc, Letco chuyên tư vấn lộ trình, chọn trường và xin visa với tỷ lệ đậu cao. Xem chi tiết tại letco.vn.

    Reply

Leave a Comment